મોરબી : નાની વાવડી માધ્યમિક શાળામાં આજે તા. 29/01/2026, ગુરુવારે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે વિશેષ ભક્તિમય વિદાયવિધિ યોજાઈ હતી. હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર–મોરબી તથા ઇસ્કોનના ભક્તો દ્વારા હરિનામ સંકીર્તન અને ગીતા જ્ઞાન દ્વારા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગૌ.વા. ચતુરભાઈ માવજીભાઈ ફૂલતરીયાની સ્મૃતિરૂપે તેમના પુત્ર સંજયભાઈ ફૂલતરીયા દ્વારા દરેક વિદ્યાર્થીને “ભગવદ્દગીતા (તેના મૂળ રૂપે)” ભેટ આપવામાં આવી હતી. હરિનામ સંકીર્તન દરમિયાન વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું.
કાર્યક્રમમાં ઇસ્કોનના ભક્તો નિરંજન કેશવ પ્રભુ, અતુલ વિષ્ણુ દાસ, સચી પ્રાણ પ્રભુ, રવિ પ્રભુ તથા મિત પ્રભુ ઉપસ્થિત રહ્યા હતા. આ અંતર્ગત શાળાના પ્રિન્સિપાલ ગઢીયા, પ્રદીપ જોષી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ઇસ્કોનના ભક્તોને ગિફ્ટ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર–મોરબી દ્વારા કોઈપણ ચાર્જ વગર સ્કૂલ, કોલેજ, ઘર તેમજ ઉત્સવોમાં આધ્યાત્મિક હરિનામ સંકીર્તન અને ગીતા જ્ઞાનના કાર્યક્રમો યોજવા માટે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
સંપર્ક:
અતુલ વિષ્ણુ દાસ – 7016707756