Wednesday - Jun 03, 2026

મોરબીના કોન્ટ્રાક્ટરે ઉછીના લીધેલા પૈસા ચૂકવવા છતાં ખૂનની ધમકી

મોરબીના કોન્ટ્રાક્ટરે ઉછીના લીધેલા પૈસા ચૂકવવા છતાં ખૂનની ધમકી

મોરબી :  મોરબીના કોન્ટ્રાક્ટરે મિત્રતાના દાવે હાથ ઉછીના પૈસા લીધા બાદ પૈસા પરત ચૂકવી દેવા છતાં આરોપીએ ફોનમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરમાં રવાપર રોડ પર બોની પાર્કમાં ભગવતી ટ્વીન્સ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઇ વાઘજીભાઈ કાલાવડિયાએ અગાઉ મિત્રતાના ડાવે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે રહેતા આરોપી વિનોદભાઈ ઉર્ફે નાનુભાઈ ખીમજીભાઈ માકડીયા પાસેથી હાથ ઉછીના પૈસા લઈ પૈસા પરત ચૂકવી દેવા છતાં ગત તા.19 એપ્રિલથી 12 મે સુધીના સમયગાળામાં ફોન કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથક મોરબી ખાતે ફરિયાદ નોંધવાઈ હતી.