Monday - Apr 27, 2026

મોરબીની બાળ કલાકાર મીરા દવેના ભક્તિ સંધ્યાથી લોકો થયા મંત્રમુગ્ધ.

મોરબીની બાળ કલાકાર મીરા દવેના ભક્તિ સંધ્યાથી લોકો થયા મંત્રમુગ્ધ.
મોરબીની બાળ કલાકાર મીરા દવેના ભક્તિ સંધ્યાથી લોકો થયા મંત્રમુગ્ધ.

મોરબી: મોરબીમાં પટેલ સમાજની વાડી, શનાળા ખાતે ઠાકર પરિવારે સમસ્ત બ્રહ્મચોર્યાસી ભોજનનું આયોજન કર્યું હતું. આ ભોજન સમારંભ પિતૃ તર્પણ નિમિત્તે રાખવામાં આવ્યો હતો, અને આ પ્રસંગે ભક્તિ સંધ્યા કાર્યક્રમનું પણ આયોજન થયું હતું.

​આ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર, લોક સાહિત્યકાર અને શિક્ષણવિદ્ શ્રી સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મોરબીના પ્રસિદ્ધ શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેની પુત્રી, બાળ કલાકાર મીરા કૃષ્ણચંદ્ર દવેએ પોતાના સુમધુર કંઠથી ભજનો રજૂ કરીને સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

​મીરાના મધુર અવાજે આ ભક્તિમય વાતાવરણમાં અનેરો રંગ ભર્યો હતો અને ઉપસ્થિત સૌ લોકોએ તેના પ્રદર્શનને ખૂબ જ વખાણ્યું હતું.