Sunday - Jul 05, 2026

મોરબીના ચાચાપરમા ભૂલથી ઝેરી દવા પી જતા યુવાનનું મોત

મોરબીના ચાચાપરમા ભૂલથી ઝેરી દવા પી જતા યુવાનનું મોત

 મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં વાડી ધરાવતા અરવિંદભાઈ કેશવજીભાઈ સનીયારા ગત તા.15 ફેબ્રુઆરીના રોજ પોતાની વાડીએ હતા ત્યારે ચણામા ઘાસ બાળવા માટે દવા પાણીમાં ઓગાળેલી હોય જે પાણી ભૂલથી પી લેતા અરવિંદભાઈને મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.4 માર્ચના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે