Sunday - Apr 26, 2026

મોરબીના ઉધોગપતિ જગદીશભાઈ પનારાને દેશની રાજધાની દિલ્લીમાં પ્રજાસત્તાક દિને હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું

મોરબીના ઉધોગપતિ જગદીશભાઈ પનારાને દેશની રાજધાની દિલ્લીમાં પ્રજાસત્તાક દિને હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું

મોરબીના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિને સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ રત્ન એવોર્ડ  એનાયત કરવામાં આવતા ઉદ્યોગ જગત અને વેપારી આલમ તેમજ બહોળા પ્રમાણમાં મિત્ર સર્કલમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. જો કે આ ઉધોગપતિ એટલા નસીબદાર છે કે આ એવોર્ડને કારણે તેમને દેશની રાજધાની દિલ્લી ખાતે યોજાનાર ગરીમાસભર રાષ્ટ્રીય કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં દેશભાવના દર્શાવવા માટે હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું છે.

મોરબીના ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારા ઉધોગ ધંધાના વિકાસની સાથે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ ઉમદા રીતે નિભાવીને એક મોટા ઉધોગપતિ નહિ પણ દેશના સારા આદર્શ નાગરિક બનવાના સકારાત્મક પ્રયાસો કરી રહ્યા હોય એ નોંધપાત્ર બાબતને ધ્યાને લઇ તાજેતરમાં દેશના અગ્રીમ હરોળના અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા ગોવામાં યોજાયેલા કાર્યક્રમમાં તેઓને સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ રત્ન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેને લઈને ભારત સરકાર દ્વારા દેશની રાજધાની ન્યૂ દિલ્લી રાજપથ ખાતે દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને દવજવંદન કાર્યક્રમમાં જગદિશભાઈ ત્થા તેમના પત્ની મીતાબેનને હાજર રહેવા માટે ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત રહેવાની એ ઘડીને તેમના જીવનની ઐતિહાસિક ક્ષણ હોય એની ખુશી પોતાનામાં ફૂલી સમાતી ન હોય પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી.