Saturday - Aug 15, 2026

વડોદરા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની દિવ્યાંગ ટુર્નામેન્ટમાં મોરબીના આશિષ પરમારે બે સિલ્વર મેડલ જીત્યા.

વડોદરા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની દિવ્યાંગ ટુર્નામેન્ટમાં મોરબીના આશિષ પરમારે બે સિલ્વર મેડલ જીત્યા.

મોરબી:તાજેતરમાં વડોદરા ખાતે તારીખ ૪ થી ૬ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન 'ઓલ ગુજરાત સ્પોર્ટ દિવ્યાંગ (મૂક-બધિર) ખેલાડીઓની ટુર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્ય સ્તરની સ્પર્ધામાં મોરબી જિલ્લાના ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

​મોરબીના આશિષ કલાભાઈ પરમારે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને પોતાના ઉત્કૃષ્ટ ખેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આશિષ પરમારે ચક્ર ફેંક અને બરછી ફેંક એમ બંને સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ જીત્યા છે.
 
વડોદરા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની દિવ્યાંગ ટુર્નામેન્ટમાં મોરબીના આશિષ પરમારે બે સિલ્વર મેડલ જીત્યા.

આશિષ પરમારની આ ઝળહળતી સિદ્ધિ બદલ મોરબી બધિર ચેરીટેબલ ટ્રસ્ટ અને સમગ્ર મોરબી જિલ્લાના દિવ્યાંગ સમાજમાં આનંદની લાગણી છવાઈ છે અને તેમને આ સફળતા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.