તાલુકા પંચાયતની બેઠકોની નવી રચનામાં 11 બેઠકો રદ, નવી 7 બેઠકો ઉમેરાય, બેઠકોની અનામત ફાળવણી પણ જાહેર
મોરબી : મોરબી તાલુકા પંચાયતની બેઠકો અને અનામત સીટો જાહેર કરવામાં આવી છે. અગાઉની મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો હતી. પણ મહાપાલિકા આવતા શહેરી વિસ્તાર આસપાસની કેટલીક ગ્રામ પંચાયત તેમાં ભળતા આ નવી મોરબી તાલુકા પંચાયતની રચનામાં 26માંથી 22 બેઠકો જાહેર કરવામાં આવી છે. આ સાથે નવી 7 બેઠકો ઉમેરી બેઠકોની અનામત ફાળવણી પણ જાહેર કરવામાં આવી છે.
મોરબી તાલુકા પંચાયતમાં અગાઉ 26 બેઠકો હતી. જેમા ભડિયાદ, ખારચિયા, મહેન્દ્રનગર 1, મહેન્દ્રનગર 2, નાની વાવડી, સાદુરકા, રવાપર 1, રવાપર 2, શક્ત શનાળા, ત્રાજપર 1 અને ત્રાજપર 2 મળી કુલ 11 બેઠક રદ થઈ છે. તો બીજી તરફ બેલા આમરણ, લાલપર, ઘુનડા (સજ્જનપર), લક્ષ્મીનગર, નીચી માંડલ, રાજપર, વનાળિયા મળીને 7 બેઠક નવી બની છે. આમ નવી 22 બેઠકો જાહેર કરવામાં આવી છે.
કુલ 22 બેઠકો જેમાં 1 બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી, 1 બેઠક અનુસૂચિત જાતિ સામાન્ય, 1 બેઠક અનુસૂચિત આદિ જાતિ સામાન્ય, 3 બેઠક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી, 3 બેઠક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય, 7 બેઠક સામાન્ય સ્ત્રી અને 6 બેઠક બિન અનામત રાખવામાં આવી છે.
અનુસૂચિત જાતિ સ્ત્રી માટે જાંબુડીયા, અનુસૂચિત જાતિ માટે મકનસર, અનુસૂચિત આદિ જાતિ માટે લાલપર, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી માટે આમરણ, બગથળા, બેલા,સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ગાળા, ઘુનડા, ઘુંટુ, સામાન્ય સ્ત્રી માટે જેતપર, જુના નાગડાવાસ, ખાખરાળા, ખાનપર, ખરેડા, લક્ષ્મીનગર, મોડપર, બિન અનામત સામાન્ય માટે નીચી માંડલ, પંચાસર, પાનેલી, પીપળી, રાજપર, વનાળીયા બેઠક રખાય છે.