મોરબી : મોરબીમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હોય, તસ્કરો તકનો લાભ લેવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. ગત રાત્રીના આલાપ પાર્કમાં ચાર ચોરોએ ધામાં નાખ્યા હતા. આ તસ્કરો ચોરીનો પ્રયાસ કરતા હોય તેવા દ્રશ્યો સિસિટીવી કેમેરામાં કેદ થયા છે. બીજી તરફ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસોમાં મોરબી ગ્રામ્ય વિસ્તારો, ટંકારાના અમુક વિસ્તારોમાં પણ તસ્કરોની રંઝાળ વધી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.