Monday - Jul 06, 2026

મોરબીમાં ગતરાત્રે વરસાદ પડ્યો, હજુ પણ વરસાદની આગાહી

મોરબીમાં ગતરાત્રે વરસાદ પડ્યો, હજુ પણ વરસાદની આગાહી

મોરબીમાં શ્રાવણ માસની શરુઆત દરરોજ મેઘરાજાએ સરવડા વહાવી છેલ્લા કેટલાક દિવસોથી રજા ઉપર ઉતરી જતા ફરી ગરમી અને બફારો શરૂ થતાં અંતે ગતરાત્રે મોરબી શહેર તાલુકા અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. આજે સવારે ફરી બફારો થવાથી વરસાદ પડવાની શકયતા છે. દરમિયાન છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અને મોરબી જિલ્લાવાસીઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ મોરબી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.