Monday - Jul 06, 2026

માળીયામાં તસ્કરોએ પશુઓને પણ ન છોડયા, બે ભેંસની ચોરી

માળીયામાં તસ્કરોએ પશુઓને પણ ન છોડયા, બે ભેંસની ચોરી

દુકાનો, મકાનો અને મંદિરોને નિશાન બનાવતા તસ્કરોએ હવે પશુઓને પણ છોડયા નથી..માળીયાના ખાખરેચી ગામેં બે ભેંસની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા અને ખાખરેચી ગામથી વેણાસર ગામ જવાના રસ્તે પશુવાડો ધરાવતા બળદેવભાઈ માત્રાભાઈ શિયારે માળીયા મિયાણા પોલીસ મથકમાં ગત તા.17ના રોજ સાંજના 6.30થી તાં18ના સવારના 6 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા તસ્કરોએ રૂપિયા 1.40 લાખની કિંમતની બે ભેંસની ચોરી કરી લઈ ગયા છે. આ ભેંસ ચોરીની ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે જાણભેદુની સંડોવણીની શંકાના આધારે તપાસ હાથ ધરી છે.