મોરબીના શ્રીમંત કહી શકાય એવા ભદ્ર વિસ્તારની બાજુમાં નીકળતી કેનાલમાં આજે અસંખ્ય માછલાઓના મૃતદેહો તણાતા દેખાતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મોરબીમાં ભદ્ર વિસ્તાર ગણાતા એસપી રોડના નાલા પાસેથી ગતરાત્રે જે કેનાલ નીકળે છે તેમાં માછલીઓના ભેદી રીતે મોત થયા છે. આ કેનાલના પાણી ઉપર માછલીઓના મૃતદેહો તરતા દેખાતા જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. વધુમાં આવી જ રીતે લીલાપર બાજુ પણ કેનાલમાં માછલીઓના કોઈ કારણોસર મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આથી હાલના તબબકે માછલાઓ મોત પાછળના કારણનું રહસ્ય ઘેરું બન્યું છે.