Saturday - May 02, 2026

મોરબી મહાપાલિકાએ નવા વર્ષની શરૂઆતમાં જ રાજપર રોડ પરથી ડીમોલેશન હાથ ધર્યું

મોરબી મહાપાલિકાએ નવા વર્ષની શરૂઆતમાં જ રાજપર રોડ પરથી ડીમોલેશન હાથ ધર્યું

રોડને 24 મીટર પહોળો કરવા જેસીબી વડે દબાણો દૂર કરાયા

મોરબી : મોરબી મહાપાલિકાએ નવા વર્ષથી શરૂઆતમાં જ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં આજે રાજપર ચોકડી પાસેના દબાણો હટાવવાની કામગીરી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં કરવામાં આવી રહી છે.

મોરબી મહાપાલિકાએ નવા વર્ષની શરૂઆતમાં જ રાજપર રોડ પરથી ડીમોલેશન હાથ ધર્યું

મોરબી મહાપાલિકા દ્વારા આજે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત રાજપર ચોકડી પાસેના ઓટલા અને છાપરા સહિતના દબાણો બે જેસીબીની મદદથી દૂર કરવામાં આવી રહ્યા છે. આ રોડ ઉપર અગાઉ પખવાડિયા પૂર્વે પણ મહાપાલિકા ડીમોલેશન કરવા આવી હતી. પણ ત્યારે સ્થાનિકોએ થોડો સમય આપવા રજુઆત કરી હતી. જેને પગલે ત્યારે મહાપાલિકાએ ડીમોલેશન મુલતવી રાખ્યું હતું.

મોરબી મહાપાલિકાએ નવા વર્ષની શરૂઆતમાં જ રાજપર રોડ પરથી ડીમોલેશન હાથ ધર્યું

આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ચોમાસા પૂર્વે અમે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટની કાર્યવાહી કરી હતી. આ રોડ માર્ગ અને મકાન વિભાગ હસ્તક હતો. તેના પાસેથી અમે લઇ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને વાંધા પણ મંગાવ્યા હતા. આ રોડની પહોળાઈ વધારીને 24 મીટર કરવામાં આવી રહી છે. આ રોડ ઉપર ઘણા લોકોએ પોતાની રીતે દબાણ દૂર કરી નાખ્યું છે. હવે આગામી વર્ષના બજેટમાં આ રોડનો સમાવેશ કરવામાં આવશે.

મોરબી મહાપાલિકાએ નવા વર્ષની શરૂઆતમાં જ રાજપર રોડ પરથી ડીમોલેશન હાથ ધર્યું