Sunday - Jul 26, 2026

મોરબી પાલિકાના હાજરી માસ્તર સામે દારૂ, વહીવટનો આક્ષેપ કરનારા સામે FIR

મોરબી પાલિકાના હાજરી માસ્તર સામે દારૂ, વહીવટનો આક્ષેપ કરનારા સામે FIR

કર્મચારીઓના આંતરિક વહીવટનો હમણાં જ ઓડિયો, વિડીયો વહેતો કરી કલેકટરને રજુઆત કરી હતી

મોરબી : મોરબી નગરપાલિકાના સેનિટેશન વિભાગના હાજરી માસ્તર દારૂ પીને ગેરહાજર રહેલા સફાઈ કર્મીઓની પૈસા લઈને હાજરી પુરી આપતા હોય એટલે ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ સાથે એક નાગરિકે ઓડિયો, વિડીયો સાથે કલેકટરને રજુઆત કરી હોય પણ કલેકટર આ અંગે યોગ્ય તપાસ કરે એ પહેલા સેનિટેશન વિભાગના હાજરી માસ્તરે જાગૃત નાગરિક વિરુદ્ધ કિન્નનાખોરી રાખી ખોટા આક્ષેપો કરી સફાઈ કર્મીઓનું હાજર કાર્ડ પડાવી ખોટી રીતે વિડીયો રેકોડીગ કરી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

મોરબી નગરપાલિકાના સેનિટેશન વિભાગના ઝોન ઇન્ચાર્જ, હાજરી માસ્તર અશોકભાઈ જેન્તીભાઈ ઉઘરેજાએ આરોપી વિશાલભાઈ પ્રદીપભાઈ સેજપાલ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ થોડા દિવસો અગાઉ નહેરુ ગેઇટ અંદર આવેલ નાની બજારમાં નગરપાલિકાની ઓફિસમાં સાથી કર્મચારી કિશોરસિંહ જાડેજા સાથે હાજર હોય ત્યારે આરોપી વિશાલભાઈ ત્યાં આવી ફરિયાદીનો વિડીયો ઉતારી, તમે નગરપાલિકાના સફાઈ કર્મીઓ ગેરહાજર હોવા છતાં એની પાસેથી પૈસા લઈને ખોટી હાજરી પૂરો છે અને પ્રજાના કામમાં પૈસા ખાવ છો. તેવા આક્ષેપો કરીને બળજબરીથી સફાઈ કર્મીઓનું હાજરી પત્રક લઈ ગયા હતા. તેમજ મારી દુકાને અને તેમની ચીંચા કંદોય શેરીમાં હાલ તુરત જ ગટરની સફાઈ કરવા આવો એમ કહેતા હાજરી માસ્તરે અત્યારે સફાઈ કર્મીઓ બીજે સફાઈ કરવા ગયા હોય હું ત્યાં સાંજે સફાઈ કર્મીઓ સાથે આવીશ એમ કહેતા વિશાલભાઈએ અત્યારે નહીં આવો તો મજા નહિ આવે તેવી ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.