Monday - Aug 24, 2026

મોરબી જિલ્લો બનતા જામનગરમાંથી છુટા કરી આમરણ ચોવીસીને મોરબીમાં ભેળવ્યા

મોરબી જિલ્લો બનતા જામનગરમાંથી છુટા કરી આમરણ ચોવીસીને મોરબીમાં ભેળવ્યા

 મોરબી જિલ્લો અગાઉ બનતા જામનગર જિલ્લાના અને મોરબીની હદમાં આવેલા આમરણ ચોવીસી એટલે આમરણ સહિત ચોવીસ ગામો મોરબી તાલુકામાં ભેળવી દીધા હતા. પણ આ આવડા મોટો ગામેં ખરેખર શહેર જેવો વિકાસ કર્યો હોય પણ આ ગામમાં સિંચાઇની મોટી ખૂટતી અસુવિધા છે. એના કારણે ખેડૂતો દર વર્ષે એકાદ પાક માંડ લઈ શકે છે. સિંચાઇની વ્યવસ્થા ન હોય એટલે ગામની ખેતી આપોઆપ વરસાદ આધારિત થઈ છે. વરસાદ સારો થાય તો ખેડૂતોને ઉમંગ અને વરસાદ ઓછો થાય તો નિરાશા તેવી સ્થિતિ સર્જાઈ છે.
 

મોરબી જિલ્લો બનતા જામનગરમાંથી છુટા કરી આમરણ ચોવીસીને મોરબીમાં ભેળવ્યા

મોરબી તાલુકાના આમરણ ગામના સરપંચ મોહનભાઇ મલાભાઈ પરમારના જણાવ્યા મુજબ તેમનું ગામ આશરે 500 વર્ષ જૂનું તેમજ વસ્તી 5 હજારની હોય એનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં સિંચાઇની સુવિધાનો અભાવ ખેડૂતોને મનમાં ઉઘયની જેમ કોરી ખાય છે. ગામા વસ્તી અને પશુપાલન વધુ હોવાથી આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાનું અને રોડ રસ્તા, ગટર, યોગ્ય રીતે સફાઈ તેમજ ધો.12 સુધી શિક્ષણ સુવિધાઓ છે.એ ઉપરાંત પીવાના પાણીની હાલ કોઈ સમસ્યા નથી. ગામમાં નિયમિત પાણી આવતું હોય એટલે આ ગામ પીવાના પાણીની વાતે સુખી છે. તેમજ આમરણને જોડતા અંબાલા, કોઠારિયા, કેરાળી જોડતો એક્દમ ગાડા માર્ગ હોય પાકા કરવાની માંગ સાથે જીવાપર પર વાળો સિંગલ પટી રસ્તો પાકો છે તે વધતા એક્સિડન્ટ અને વધતી વસ્તી અને વધારે દોડતા વાહનોને કારણે આ સિંગલ પટ્ટીનો માર્ગ ડબલ પટ્ટીનો માર્ગ બનાવવાની માંગ છે.