Friday - May 08, 2026

મોરબી મનપાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓનો પગાર પ્રશ્ને મોરચો

મોરબી મનપાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓનો પગાર પ્રશ્ને મોરચો

મોરબી : મોરબી મહાનગરપાલિકાના ભુર્ગભ ગટર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આજે પગાર પ્રશ્ને મહાનગરપાલિકામાં મોરચો માંડ્યો હતો અને દોઢ મહિનો થવા છતાં પગાર ન થયો હોવાની હૈયાવરાળ ઠાલવી હજુ પણ પગાર દર મહિને યોગ્ય સમયે ન થાય તો હડતાળ કરવાની ચીમકી આપી છે.

મોરબી મહાનગરપાલિકાના ભુર્ગભ ગટર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, 27 જેટલા કર્મચારીઓ મોરબી મનપાના ગટર વિભાગમાં ફરજ બજાવે છે. પણ તેઓને 3-4 મહિનાથી પગારનો પ્રશ્ન સતાવે છે. આ કર્મચારીઓનો પગાર દોઢ મહિનાથી થયો નથી. આ રીતે છેલ્લા ત્રણ-ચાર માસથી પગાર અનિયમિત થાય છે. તેમજ પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી. પગર કયારે થાય એ નકકી જ હોતું નથી. આ બાબતે અધિકારીઓ ધ્યાન આપતા નથી. વારંવાર કહેવા છતાં ટાઉમે પગાર થતો ન હોવાથી આજની કાળઝાળ મોંઘવારીના સમયમાં ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બને છે. આથી હવે દર મહિને યોગ્ય ટાઈમે પગાર નહિ થાય તો હડતાળ કરવાની ચીમકી આપી છે.