Tuesday - May 05, 2026

મોરબી મહાનગરપાલિકાના બે ડેપ્યુટી કમિશનરની ટીમ વચ્ચે 24મીએ ખેલાશે ક્રિકેટનો જંગ

મોરબી મહાનગરપાલિકાના બે ડેપ્યુટી કમિશનરની ટીમ વચ્ચે 24મીએ ખેલાશે ક્રિકેટનો જંગ

એસપી રોડ ઉપરના ક્રિકેટ મેદાનમાં દસ-દસ ઓવરની મેચ રમાશે

મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ બે ડેપ્યુટી કમિશનર અને તેમની ટીમ સતત દોડધામ કરી શહેરને સ્વચ્છ, ગંદકી મુક્ત અને દબાણમુક્ત બનાવવા કામ કરી રહી છે ત્યારે કર્મચારીઓને તણાવમુક્ત કરવા મ્યુનિસિપલ કમિશનરે બે ડેપ્યુટી કમિશનરોની ટીમ વચ્ચે આગામી તા.24 એપ્રિલે ક્રિકેટ મુકાબલાનું આયોજન કર્યું છે. જો કે, નગરપાલિકાથી લઈ મહાનગર પાલિકા સુધીના ઇતિહાસમાં આ પ્રકારની મેચ પ્રથમ વખત ક્રિકેટનો જંગ ખેલવા જઈ રહી છે.
 

મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં હાલમાં બે ડેપ્યુટી કમિશનર અને મહાનગર પાલિકાના અધિકારી અને કર્મચારીઓ સતત દોડધામ કરી મોરબીની વિકાસની ગાડીને પાટે ચડાવવા તેમજ શહેરને ગંદકી અને દબાણમુક્ત બનાવવા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ અધિકારી-કર્મચારીઓ હળવાશ માણી શકે તે હેતુથી આગામી તા.24 એપ્રિલે એસપી રોડ ખાતે આવેલ કરસન ઘાવરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 10-10 ઓવરના ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે.જેમાં ડેપ્યુટી કમિશનર સંજય સોનીની ટીમ સામે ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાની સીધી જ ટક્કર થશે.