Tuesday - May 05, 2026

મોરબીના ટીંબડી પાસે ડમ્પરે ઠોકરે ચડાવતા બાઈક ચાલકનું મોત

મોરબીના ટીંબડી પાસે ડમ્પરે ઠોકરે ચડાવતા બાઈક ચાલકનું મોત

મોરબી જિલ્લામાં કાળમુખા બેકાબુ ડમ્પર ચાલકો અવાર નવાર અકસ્માત સર્જી નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે ત્યારે મોરબીના ટીંબડી ગામ નજીક આવા જ એક બનાવમાં ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા નવી ટીંબડી ગામના બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

મોરબી - માળીયા હાઇવે ઉપર ટીંબડી નજીક જીજે - 13 - એડબ્લ્યુ - 8146 નંબરના ડમ્પર ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ડમ્પર ચલાવી જીજે - 36 - એન - 5677 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ગોવિંદભાઇ ભાયાભાઈ ઝાપડા રહે.નવી ટીંબડી ગામ વાળાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગોવિંદભાઈનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર મનોજભાઈ ગોવિંદભાઇ ઝાપડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.