Thursday - Jul 02, 2026

મોરબી મહાનગરપાલિકાને શહેર ડેવલોપમેન્ટ પરમિશન તથા (બીયુ)ની સત્તા સુપ્રત કરવામાં આવી.

મોરબી મહાનગરપાલિકાને શહેર ડેવલોપમેન્ટ પરમિશન તથા (બીયુ)ની સત્તા સુપ્રત કરવામાં આવી.

મોરબી:- મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મોરબી શહેરમાં ડેવલપમેન્ટ પરમિશન તથા (બીયુ)ની સત્તા મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવી છે. મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ પાસે ટેકનિકલ સ્ટાફ ન હોવાના કારણે આ નિર્ણય હાલ લેવામાં આવ્યો છે.

  રાજ્ય સરકારની શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના તારીખ 23/6/2025ના જાહેરનામા દ્વારા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળની હદ વધારીને મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તાર મુજબ વધારવામાં આવી છે. જે અન્વયે મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારમાં વિકાસ પરવાનગી બિલ્ડીંગ યુઝ પરમિશન એટલે કે (બીયુ) વિગેરે બાબતોની સત્તા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળને મળેલ હતી મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળમાં હાલ કોઈ ટેકનીકલ સ્ટાફ ન હોવાને કારણે વિકાસ પરવાનગી બિલ્ડીંગ યુઝ પરમિશન એટલે કે (બીયુ) વિગેરે બાબતોની સત્તા મોરબી મહાનગરપાલિકાને મોરબી મહાનગરપાલિકાની સમાવિષ્ટ હદ પુરતી સુપ્રત કરવા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળની બોર્ડની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે.

આ દરખાસ્તને શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. તારીખ 11/8/2025 ના રોજ સરકાર દ્વારા આ બાબતે મંજૂરી આપવામાં આવી છે. જેથી મોરબી મહાનગરપાલિકા દ્વારા આવનારા સમયમાં ઝડપથી કાર્યવાહી પુણ કરવામાં આવશે. તેવું કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.