મોરબી:- મોરબી મહાનગરપાલિકામાં કાયમી કર્મચારીઓની નિમણૂકની ઘટ વચ્ચે હાલમાં મોરબી કોર્પોરેશન દ્વારા જરૂરી વિભાગોમાં 11 માસના કરાર આધારિત ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે, જેમાં ભરતીના બીજા રાઉન્ડમાં સર્વેયર વર્ક આસિસ્ટન્ટ લીગલ ઓફિસર લીગલ ક્લાર્ક સહિતની વિવિધ 16 કેડર માટે 39 જગ્યા ભરવા અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં 224 ઉમેદવારોએ અરજી કરી હતી જેમાંથી 29 જગ્યાઓ ભરવામાં આવી છે અને હજુ પણ 10 જગ્યા ખાલી રહી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા 11 માસના કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં હાલમાં 39 પૈકી 29 જગ્યા ઉપર ઇન્ટરવ્યૂ અને અન્ય આનુસંગિક પ્રક્રિયા બાદ નિમણૂક પત્રો આપ્યા છે હજુ પણ આઈટી એક્સપર્ટ, રિકવરી ઓફિસર, વ્યવસાય વેરા અધિકારી અને જનસંપર્ક અધિકારી તથા મિકેનિક અને લીગલ ઓફિસરની 10 જગ્યા ઉપર લાયક ઉમેદવારો ન મળવાથી કે અન્ય કારણોસર નિમણુક પત્રો ન આપ્યા હોવાનું સામે આવ્યું છે.