Saturday - May 02, 2026

મોરબી મનપાનો 1111માંથી 904 લાઇટની ફરિયાદમાંથી નિકાલ કર્યાનો દાવો

મોરબી મનપાનો 1111માંથી 904 લાઇટની ફરિયાદમાંથી નિકાલ કર્યાનો દાવો

નવા પોલ નાખવાનું અને શિફ્ટિંગનું કામ પણ પૂરજોશમાં ચાલતું હોવાનો દાવો

મોરબી : મોરબીમાં લાઈટો બંધ અને રોડ રસ્તાની હાલત ખરાબ વચ્ચે મહાપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખાએ શહેરના મુખ્ય રસ્તાઓ પર લાઇટોને સુવ્યવસ્થિત કરવાના પ્રયાસો હાથ ધરી મુખ્ય માર્ગો પરની સ્ટ્રીટ લાઇટોને સંપૂર્ણપણે કાર્યરત કર્યાનો દાવો કર્યો છે.આ રીતે મનપાએ 1111માંથી 904 લાઇટની ફરિયાદમાંથી નિકાલ કર્યાનો દાવો કર્યો છે.
 
મોરબી મનપાનો 1111માંથી 904 લાઇટની ફરિયાદમાંથી નિકાલ કર્યાનો દાવો

મહાપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખાએ સતાવાર યાદી મુજબ શહેરના સર્કિટ હાઉસ સર્વિસ રોડ, પોસ્ટ-ઓફિસથી નજરબાગ સુધીનો રસ્તો અને મહારાણા પ્રતાપ સર્કલથી ચાર રસ્તા સુધીના માર્ગ પર જરૂરિયાત મુજબના લાઇટ પોલ, કેબલ અને અન્ય મટિરિયલનો ઉપયોગ કરીને લાઇટિંગ સિસ્ટમને ચાલુ કરી શહેરના એવા રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં સ્ટ્રીટ લાઇટ પોલની નવી જરૂરિયાત છે અથવા રોડ રિનોવેટ કરવામાં આવ્યા છે. જેમાં પંચાસર રોડ પર નવા પોલ નાખવાનું, એલ.ઈ. કોલેજ રોડ પર પોલ શિફ્ટિંગની તેમજ આખા રસ્તા પર લાઇટોની સુવિધા ઉપલબ્ધ થશે. આગામી સમયમાં તમામ જાહેર માર્ગો અને મુખ્ય રસ્તાઓ પરની લાઇટો હર-હંમેશ માટે ચાલુ રહે તેવા સતત પ્રયાસો કરાશે તેવો દાવો કર્યો છે.

મોરબી મનપાનો 1111માંથી 904 લાઇટની ફરિયાદમાંથી નિકાલ કર્યાનો દાવો

વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે ઇલેક્ટ્રિકલ શાખાએ તા.૩/૯થી પોતાની એપ્લિકેશન કાર્યરત કરી છે. જેમાં ૩/૯થી ૨/૧૦ સુધીના એક મહિનાના ગાળામાં કુલ ૧૧૧૧ ફરિયાદો આવી હતી. તેમાંથી ૯૦૪ ફરિયાદોનો તા.૩/૧૦ સુધીમાં નિકાલ કર્યો છે.

મોરબી મનપાનો 1111માંથી 904 લાઇટની ફરિયાદમાંથી નિકાલ કર્યાનો દાવો