Saturday - May 02, 2026

મોરબીના પરમ જોલાપરાની 'વિશ્વકર્મા સાહિત્ય પરિષદ'માં નિમણૂક.

મોરબીના પરમ જોલાપરાની 'વિશ્વકર્મા સાહિત્ય પરિષદ'માં નિમણૂક.

મોરબી: મોરબીના યુવા લેખક પરમ જોલાપરાની પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા "વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ"ની ગુજરાત રાજ્ય કમિટીના મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 
      સાહિત્યને વેગવંતુ રાખવાનું કાર્ય કરતી આ સંસ્થા દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે કવિ-લેખકોનું સ્નેહ મિલન યોજાયું હતું, જ્યાં નવી કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.

​આ પ્રસંગે સંસ્થાના સ્થાપક મયુરભાઈ મિસ્ત્રી, પ્રદેશ પ્રમુખ નિલેશભાઈ કનાડીયા અને પ્રદેશ પ્રભારી પિન્ટુભાઈ મિસ્ત્રી સહિત સમાજના શ્રેષ્ઠ કવિઓ અને લેખકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ગુજરાત સરકારના બાળ અધિકાર સંરક્ષણ કમિશનના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિક કલેક્ટર શાંતિલાલ ડોડીયા, વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાંત ડૉ. સ્મિતાબેન સુથાર, તેમજ કાંતિભાઈ પીઠવા (કોર્ણાક ઇન્ડસ્ટ્રીઝ) સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

​આ સ્નેહ મિલન દરમિયાન અગાઉ યોજાયેલી કાવ્ય સ્પર્ધાના વિજેતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. નવી કારોબારી સભ્યોની નિમણૂકમાં પરમ જોલાપરાની સાથે ડૉ. કુંતલભાઈ પંચાલ, ડૉ. કોસ્મિકાબેન પંચાલ, વિવેકભાઈ રાઠોડ, કિંજલબેન પંચાલ, આરતીબેન પરમાર, મિતલબેન રાઠોડ અને તેજલબેન સુથારની પણ કમિટી મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.