Saturday - May 02, 2026

મોરબી તાલુકાની થોરાળા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ.

મોરબી તાલુકાની થોરાળા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ.

​મોરબી. સ્વ. લાલજીભાઈ ધરોડીયાની પુણ્ય સ્મૃતિમાં તેમના સુપુત્ર એડવોકેટ નોટરી ભારત સરકાર ધીરેન્દ્રભાઈ લાલજીભાઈ ધરોડીયા દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી મોરબી જિલ્લાની થોરાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

​આ શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ મોરબી ન્યૂમિસમેટિક ક્લબના ચેરમેન અને એડવોકેટ મિતેષભાઈ ડી. દવે, એડવોકેટ દર્શનભાઈ ડી. દવે, અને ઉમેદ્દભાઈ જે. ચૌધરીના શુભ હસ્તે યોજાયો હતો. મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને આવશ્યક શૈક્ષણિક સામગ્રી ધરાવતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે થોરાળા પ્રાથમિક શાળાના પ્રધાનાચાર્ય  પંકજભાઈ ધામેચા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સરાહનીય પહેલ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ સ્વ.લાલજીભાઈ ધરોડીયાની યાદમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક પ્રેરણાદાયી પગલું બની રહ્યો હતો.

મોરબી તાલુકાની થોરાળા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ.
મોરબી તાલુકાની થોરાળા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ.