Saturday - May 02, 2026

મોરબીની પાટીદારગઢ અવધ-4 સોસાયટીના રહીશોના સ્વદેશી વસ્તુનો જ વપરાશ કરવાના શપથ

મોરબીની પાટીદારગઢ અવધ-4 સોસાયટીના રહીશોના સ્વદેશી વસ્તુનો જ વપરાશ કરવાના શપથ

(રવિ બરાસરા) મોરબી : મોરબી શહેરની એક શેરી ગરબીએ પ્રાચીન ઢબથી માતાજીની ભક્તિ કરવાની સાથે દેશભક્તિ દર્શાવાની નવતર પહેલ કરી છે. જેમાં મોરબીના પાટીદારગઢ અવધ-4 સોસાયટીમાં રહીશો દ્વારા શેરી ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવે નવ દિવસ સોસાયટીના દીકરીઓ મહિલાઓ સહિત રહીશો પ્રાચીન પરંપરા મુજબ રાસ ગરબે ઘૂમીને માતાજીની ભક્તિ કરી હતી. ત્યારે નવરાત્રીના અંતિમ દિવસે પાટીદારગઢ અવધ-4 સોસાયટીના અબાલવૃદ્ધ સહિત તમામ રહીશોએ સ્વેદેશી આપવાનાના શપથ લીધા હતા. જેમાં અયોજકે તમામ રહીશોને આજથી વિદેશી વસ્તુઓનો બેહિષ્કાર કરીને ઓનલાઈન ખરીદી પણ ટાળીશુ અને માત્ર સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીશું તેવા શપથ લેવડાવ્યા હતા. આથી તમામે એકસુરે સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ બાબતે સોસાયટીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સશક્ત બનાવવા સ્વદેશ વસ્તુઓ અપનાવવા માટે ખાસ મુહિમ ચલાવી રહ્યા છે. ત્યારે આ મુહિમમાં અમે પણ સ્વૈચ્છિક રીતે જોડાઈને હમેશ માટે વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો છે. એનાથી દેશના તમામ ઉધોગોના વિકાસમાં વધુ વૃદ્ધિ થશે અને ઓનલાઈન ખરીદી એટલા માટે ટાળીશું કે ઘર આંગણે વેપાર કરતા નાના મોટા વેપારીઓને ઘણો ફાયદો થશે. વિદેશી વસ્તુઓના ત્યાગથી આખરે દેશને જ ફાયદો થવાનો છે અને દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બનશ. આથી અમારી જેમ બધા જ લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવે તો દેશની તાકાત એટલી બધી વધશે કે આપણને મહાસતા બનતા કોઈ રોકી નહીં શકે.