Friday - Jul 03, 2026

મોરબી: અયોધ્યાપુરી રોડ પર આવતીકાલે મેગા 'ફ્રી મેડિકલ અને દવા કેમ્પ'નું આયોજન.

મોરબી: અયોધ્યાપુરી રોડ પર આવતીકાલે મેગા 'ફ્રી મેડિકલ અને દવા કેમ્પ'નું આયોજન.

મોરબી: મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક વિશાળ 'ફ્રી નિદાન અને દવા કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યમાં શહેરના વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓનું મફત નિદાન કરી જરૂરી દવાઓ આપવામાં આવશે.

​કેમ્પની મુખ્ય વિગતો:
​તારીખ: ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ (આવતીકાલે)
​સમય: બપોરે ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી

​સ્થળ: શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી.

​કયા નિષ્ણાત ડોક્ટરો આપશે સેવા?

મોરબી: અયોધ્યાપુરી રોડ પર આવતીકાલે મેગા 'ફ્રી મેડિકલ અને દવા કેમ્પ'નું આયોજન.

આ કેમ્પમાં મોરબીની નામાંકિત હોસ્પિટલોના નિષ્ણાત તબીબો હાજર રહેશે. જેમાં મેડિસિન વિભાગ, આંખ, દાંત, બાળકોના રોગ, ચામડીના રોગ, સ્ત્રી રોગ, સર્જરી અને ઓર્થોપેડિક (હાડકાં) વિભાગના ડોક્ટરો (જેમ કે ડો. ભૌમિક સરડવા, ડો. મેહુલ પનારા, ડો. ધીરેન પટેલ સહિતની ટીમ) સેવા આપશે.

​ખાસ નોંધ: આ કેમ્પમાં આવનાર દર્દીઓ માટે ડો. પટેલ પેથોલોજી લેબોરેટરી તરફથી ફ્રી બ્લડ સુગર ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

​વધુ માહિતી માટે આયોજક અને પ્રેસ રિપોર્ટર યોગેશ રંગપડીયા (મો. 90232 47747) નો સંપર્ક કરી શકાશે. જરૂરિયાતમંદ લોકોને આ ફ્રી કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા અપીલ કરવામાં આવી છે.