Sunday - May 03, 2026

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આશ્રયગૃહ (રૈન બસેરા) ના લાભાર્થીઓ માટે દરરોજ બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરાશે

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આશ્રયગૃહ (રૈન બસેરા) ના લાભાર્થીઓ માટે દરરોજ બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરાશે

મોરબી : મોરબી નગરપાલીકા દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રૈન બસેરા) નું સંચાલન શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા-અમદાવાદ ને આપવામાં આવ્યુ છે ત્યારે આશ્રયગૃહ ના લાભાર્થીઓ માટે બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તરફથી કરવા માં આવશે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવા માં આવે છે જે અવિરતપણે ચાલુ રહેશે તેમજ દરરોજ બંને ટાઈમ મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે પણ શ્રી જલારામ પ્રાર્થના મંદિર નો પ્રસાદ વિતરણ કરવા માં આવશે તેમ સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તથા નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે.