મોરબીના શનાળા ગામે રહેતા યુવાન ઉપર હોટલના સંચાલકોએ હુમલો કર્યો હતો. હોટલના બે સંચાલકો દ્વારા રૂા.૫૦,૦૦૦ ની માંગણી કરીને તેની સાથે બોલાચાલી કરી લાકડાના ધોકા વડે તેને માર માર્યાની એ જ હોટલના પૂર્વ કર્મીએ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના શનાળા ગામે રહેતા યુવાને કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાએ આરોપી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા અને દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજા સામે નોંધાવેલી ફરીયાદ મુજબ યુવાન તેના ઘરે હોય ત્યારે રાતના દશેક વાગ્યે ફોન કરીને તેને ઘનશ્યામસિંહે બોલાવી રૂપીયા પચાસ હજાર આપવાનું કહીને બોલાચાલી કરી તેમના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે કપિલસિંહને શરીરે માર માર્યો હતો તે દરમિયાનમાં દિગ્વીજયસિંહ ત્યાં આવી જતા તેઓએ ઘનશ્યામસિંહનું ઉપરાણું લઇને તેને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.