Friday - Jul 03, 2026

મોરબીને નવી ડેમુની ભેટ મળે : રવિવારે પણ ટ્રેન ચાલુ રહેશે

મોરબીને નવી ડેમુની ભેટ મળે : રવિવારે પણ ટ્રેન ચાલુ રહેશે

મોરબી : મોરબીને રેલવે દ્વારા નવી ડેમુ ટ્રેન આપવામાં આવી છે. જેથી હવે રવિવારે પણ ડેમુ ટ્રેન ચાલુ રહેશે તેવું રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી- વાંકાનેર વચ્ચે ચાલી રહેલી ડેમુ ટ્રેનની એક જ રેક હોવાથી તેને પણ રવિવારે મેન્ટેનન્સ માટે મોકલવામાં આવતી હોવાથી દર રવિવારે ડેમુ ટ્રેન સેવા બંધ રહેતી હતી. પણ હવે રેલવે દ્વારા મોરબીને નવી ડેમુ ટ્રેન ફાળવવામાં આવી છે. જેથી રવિવારના દિવસે પણ મોરબી- વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન દોડતી રહેશે.