મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધે મિત્રતાના દાવે અઠવાડિયા પહેલા ઉછીના આપેલ રૂપિયા પરત લેવા જતા આરોપીએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 4 મા રહેતા ફરિયાદી જયંતિભાઈ મૂળજીભાઈ ભલસોડ ઉ.70 નામના વૃધ્ધએ મિત્રતાના દાવે આરોપી સુનિલ લુહારને એક અઠવાડિયા પહેલા ઉછીના નાણા આપ્યા હોય આરોપી સુનીલ નાણાં પરત લઈ જવા બોલાવ્યા હતા અને બાદમાં નાણાં પરત નથી દેવા કહી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.