Friday - May 01, 2026

મોરબીના ખેડૂતોનો આક્રોશ : હાથ ઊંચા કરવા હોય તો સરકારી તંત્ર અમારી પાસે ન આવે

મોરબીના ખેડૂતોનો આક્રોશ : હાથ ઊંચા કરવા હોય તો સરકારી તંત્ર અમારી પાસે ન આવે

 મોરબી પંથકમાં મેઘરાજા દે ધનાધન એકસાથે સરેરાશ 15થી 20 ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા મોરબી તાલુકાના બધા જ ગામોની ખેતી તારાજ થઈ છે. મોરબીના ખેડૂતો મોટાભાગે કપાસ વાવતા હોય છે. પણ ખેતરોમાં પાણી ભરાતા કપાસનો જરાય પાક સારો બચ્યો નથી. આવી જ કપરી પરિસ્થિતિ મોરબીના થોરાળા ગામની થઈ છે. ગામના ખેડૂતોએ રોશભેર જણાવ્યું હતું કે અતિવૃષ્ટિએ કપાસનો બધો જ પાક નાશ પામ્યો છે. એક ખેડૂતની 100 વીઘા જમીનમાં વાવેલો પાક બળી ગયો છે. બીજા ખેડૂતની 60 વીઘા જમીનમાં વાવેલો પાક વરસાદમાં ધોવાઈ ગયો છે. એકંદરે ગામના એકેય ખેતરોમાં કપાસમાં આવેલા છોડ જ નીકળી ગયા છે અને પાક સાવ ખેદાન મેદાન થઈ ગયો છે. આથી ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે. ખેડૂતોએ સરકારી તંત્ર સામે બળાપો ઠાલવતા કહ્યું હતું કે, જ્યારે પાકમાં નુકશાની થાય છે ત્યારે ખેતીવાડી વિભાગ સર્વે અને રાહત આપવામાં ઘણી કચાશ રાખે છે. ખેડૂતો સાથે વળતરના નામે કુર મજાક થાય છે. આથી યોગ્ય વળતર ચૂકવવું હોય તો જ અમારી વેદના સાંભળવા આવજો નહિતર હાથ ઊંચા કરવા હોય તો સરકારી તંત્ર અમારી પાસે ન આવે તેવું ખેડૂતોએ સ્પષ્ટ કહી દીધું હતું.

મોરબીના ખેડૂતોનો આક્રોશ : હાથ ઊંચા કરવા હોય તો સરકારી તંત્ર અમારી પાસે ન આવે