Saturday - Jun 27, 2026

મોરબીને લીલો દુષ્કાળ જાહેર કરવા સાથે ખેડૂતોને વળતર ચૂકવવા આમ આદમી પાર્ટી કાલે આવેદન આપશે

મોરબીને લીલો દુષ્કાળ જાહેર કરવા સાથે ખેડૂતોને વળતર ચૂકવવા આમ આદમી પાર્ટી કાલે આવેદન આપશે

મોરબી : મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરે,  ખેડૂતોને વળતર માટે જમીનની ૨ હેક્ટરની મર્યાદાને વધારીને હેક્ટર દીઠ યોગ્ય વળતર આપવામાં આવે અને માળીયા‌ તાલુકા‌ના નીચાણવાળા વિસ્તારમાં મચ્છુ નદીના પાણી ફરી વળતા ઘરવખરી અને મકાનને થયેલા નુકસાનનુ સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી કાલે કલેક્ટરને આવેદન આપશે.

મોરબી જિલ્લામાં વરસાદના લીધે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ખૂબ જ નુકસાન થયું છે જેને લીધે આમ આદમી પાર્ટીની માંગણી છે કે મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરે અને દરેક ખેડૂતોને વળતર માટે જમીનની ૨ હેક્ટર ની મર્યાદા ને વધારવામાં આવે અને હેક્ટર દીઠ યોગ્ય વળતર આપવામાં આવે અને માળીયા તાલુકાના અમુક ગામોમાં અને માળીયા શહેરમાં મચ્છુ નદીના ધણા લોકોના મકાનોમાં પાણી ઘુસી ગયા તો તે નીચાણવાળા વિસ્તારોનો સર્વે કરી અને નુકશાનીનું વળતર આપવામાં આવે એ માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા  બહોળી સંખ્યામાં આવતીકાલે સવારે ૧૧:૦૦ વાગ્યે કલેકટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવા જશે તેવું મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું.