Friday - Apr 17, 2026

ક્રિકેટના મેદાનમાં મોરબીનો દબદબો: હિમાચલ પ્રદેશમાં રમાયેલી ઓલ ઈન્ડિયા DWPS પ્રીમિયર લીગમાં DWPS મોરબી ચેમ્પિયન

ક્રિકેટના મેદાનમાં મોરબીનો દબદબો: હિમાચલ પ્રદેશમાં રમાયેલી ઓલ ઈન્ડિયા DWPS પ્રીમિયર લીગમાં DWPS મોરબી ચેમ્પિયન

મોરબી:દિલ્હી વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ (DWPS), કંડાઘાટના યજમાનપદે *'ઓલ ઈન્ડિયા ઇન્ટર DWPS જુનિયર ક્રિકેટ પ્રીમિયર લીગ'* નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશની ડો. યશવંત સિંહ પરમાર યુનિવર્સિટી (નૌની) ખાતે 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ભારતભરના 5 અલગ-અલગ રાજ્યોની અંડર-15 છોકરાઓની ટીમોએ જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી હતી.

ટુર્નામેન્ટની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં *DWPS મોરબી* અને *નોઈડા* ની ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. મોરબીના ખેલાડીઓએ મેદાન પર શાનદાર શિસ્ત અને કૌશલ્ય બતાવીને નોઈડાની ટીમને 4 વિકેટથી પરાજય આપ્યો હતો અને ગૌરવશાળી ટ્રોફી પોતાના નામે કરી હતી.

મેચના અંતે યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં દિલ્હી વર્લ્ડ ફાઉન્ડેશનના મહાનુભાવો અને શાળાના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ખેલાડીઓને નવાજવામાં આવ્યા હતા. મોરબીના ખેલાડીઓએ વ્યક્તિગત શ્રેણીમાં પણ મેદાન માર્યું હતું જેમા પ્લેયર ઓફ ધ સિરીઝ દિવ્ય જોટાનિયા (મોરબી)
મેન ઓફ ધ મેચ (ફાઈનલ) વર્ચસ્વ શર્મા (મોરબી) રહ્યો હતો. ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ: ધવલ ખરે (મોરબી)

ક્રિકેટના મેદાનમાં મોરબીનો દબદબો: હિમાચલ પ્રદેશમાં રમાયેલી ઓલ ઈન્ડિયા DWPS પ્રીમિયર લીગમાં DWPS મોરબી ચેમ્પિયન

આ ભવ્ય સમારોહનું સંચાલન મોરબીના મુખ્ય કોચ ડો. અલી ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિલ્હી વર્લ્ડ ફાઉન્ડેશનના ઓપરેશન્સ હેડ ઉમર ખુર્શીદ, ડિરેક્ટર જયવંત જોયલ વોલ્ટર અને પ્રિન્સિપાલ રૂપાલી શાહ સહિત ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા *આગામી જાહેરાત: ટુર્નામેન્ટના આયોજન સચિવ ડૉ. અલી ખાને માહિતી આપી હતી કે, આ સફળતા બાદ હવે સીઝન-3 (સિનિયર સીઝન)આગામી નવેમ્બર મહિનામાં રાજસ્થાનના અજમેર ખાતે યોજાશે.

આ પેહલા પણ મોરબીની જીતનો હુંકાર નોઈડાને હરાવી DWPS મોરબીએ ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટાઇટલ જીત્યું હતું 2.હિમાચલની ધરતી પર મોરબીના યુવા ક્રિકેટરોનો વિજયધ્વજ લહેરાવી DWPS મોરબી બન્યું નેશનલ ચેમ્પિયન.