Saturday - May 09, 2026

મોરબી જિલ્લા પંચાયતનું રૂ.790 કરોડનું બજેટ રજૂ, સ્વભંડોળમાં રૂ.24.1 કરોડના કામો દર્શાવાયા

મોરબી જિલ્લા પંચાયતનું રૂ.790 કરોડનું બજેટ રજૂ, સ્વભંડોળમાં રૂ.24.1 કરોડના કામો દર્શાવાયા

સ્વભંડોળના અંદાજપત્રના કદમાં ગત વર્ષ કરતા 1.94 કરોડનો વધારો કરાયો, ગ્રામ પંચાયતના વિકાસકામો માટે રૂ.7 કરોડ, શિક્ષણ માટે રૂ.2.30 કરોડ, આરોગ્ય માટે રૂ.1.03 કરોડ અને બાંધકામ ક્ષેત્ર માટે રૂ.4.06 કરોડની જોગવાઈ

મોરબી જિલ્લા પંચાયતનું રૂ.790 કરોડનું બજેટ રજૂ, સ્વભંડોળમાં રૂ.24.1 કરોડના કામો દર્શાવાયા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2025-25નું રૂ.790 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેને લીલીઝંડી મળી ગઈ છે. સ્વભંડોળનું અંદાજપત્ર રૂ.24.1 કરોડનું છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે રૂ.1.94 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા પંચાયતનું રૂ.790 કરોડનું બજેટ રજૂ, સ્વભંડોળમાં રૂ.24.1 કરોડના કામો દર્શાવાયા

આ બેજટમાં સામાન્ય વહિવટ ક્ષેત્રે ખર્ચ રૂ. 1.69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં માનદ વેતન, પગાર ભથ્થાં અને સાદીલવાર ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. પંચાયત અને વિકાસ ક્ષેત્રે કુલ રૂ.10.80 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે રૂ.7 કરોડ, પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સૂચવેલા વિકાસના કામોની રૂ.1.55 કરોડની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે રૂ.2.30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આરોગ્ય ક્ષેત્ર માટે રૂ.1.03 કરોડ, ICDS માટે રૂ.30 લાખ, ખેતીવાડી ક્ષેત્ર માટે રૂ.21.10 લાખ, પશુપાલન ક્ષેત્ર માટે રૂ.10 30 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.1.10 કરોડ, આંકડા શાખા માટે રૂ.1.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. કુદરતી આફતો માટે રૂ.91 લાખની જોગવાઈ કરવામાં આવી છે.જેમાં રૂ.80 લાખની પુર નિયંત્રણ ભંડોળની જોગવાઇનો સમાવેશ થાય છે. સિંચાઈ ક્ષેત્ર માટે રૂ.51 લાખ, બાંધકામ ક્ષેત્ર માટે રૂ.4.06 કરોડ અને પ્રકિર્ણ યોજનાઓ અને કાર્યો માટે રૂ. 96.80 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટમાં કરાયેલી નવી જાહેરાતો
 

મોરબી જિલ્લા પંચાયતનું રૂ.790 કરોડનું બજેટ રજૂ, સ્વભંડોળમાં રૂ.24.1 કરોડના કામો દર્શાવાયા

● શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા મારફત ઉત્તમ પ્રદર્શન કરનાર 6 ગ્રામ પંચાયતને પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવાશે, જેમાં તાલુકામાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતને રૂ.2 લાખ અને જિલ્લામાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતને રૂ.5 લાખ અપાશે

● ગૌચર સુધારણા માટે ગામોને રૂ.2 લાખની સહાય

● જવાહર નવોદય વિદ્યાલયના ધો.12માં સારું પ્રદર્શન કરનાર મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને ઇનામ અને ટ્રોફી

● ઉચ્ચ શૈક્ષણીક સંસ્થા IITમાં પ્રવેશ મેળવનાર 5 વિદ્યાર્થીને રૂ.31 હજાર તેમજ NIT અને NIDમાં પ્રવેશ મેળવનાર પાંચ -પાંચ વિદ્યાર્થીઓને રૂ.21 હજારની પ્રોત્સાહક સહાય

● પ્રાથમિક શાળાઓના વિધાર્થીઓમાં ચિત્ર કલા, યોગ કલા, રમત-ગમત, કસરતો જેવી કલાત્મક પ્રવૃતિઓ વધે તે માટે ટ્રોફિઓ અને ઇનામો

● આયુર્વેદિક ઔષધિવન બનાવવામાં આવશે

● સગર્ભા માતાઓને પોષણયુક્ત ખોરાક આપવામાં આવશે

● પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટી.બી.ની સારવારના મશિન ઉપલબ્ધ કરાશે

● પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી સંલગ્ન કામગીરી કરતા કર્મચારીઓને પ્રોત્સાહક રકમ અપાશે

● આંગણવાડીમાં જરૂરિયાતના જુદા જુદા સાધનો વસાવાશે

● ખેડુતોને સુધારેલ ખેતી પધ્ધતિ અને પ્રાકૃતિક ખેતી માટેના પ્રશિક્ષણ અને તાલીમ વર્ગનું આયોજન કરાશે

● પશુપાલકોને પશુપાલન માટે પ્રશિક્ષણ અને તાલીમ અપાશે

● વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલુકા મથકે તાલીમ/માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરાશે

● મોરબી જિલ્લાના વતની અને ભારતીય સશસ્ત્ર દળોમાં ફરજ બજાવતા કર્મચારીઓના ચાલુ ફરજ દરમિયાન અવસાનના કિસ્સામાં તેમના પરિવારને આર્થિક સહાય અપાશે
ગૌચર ક્યાં છે તે જિલ્લા પંચાયતને પણ નથી ખબર, સામાન્ય સભામાં ગૌચર મુદ્દે વિપક્ષે રોષ ઠાલવ્યો હતો. ગત સામાન્ય સભામાં નક્કી કર્યા મુજબ જિલ્લામાં ગૌચરની માપણી કરવાની હતી. પરંતુ એક માત્ર તાલુકામાં માપણી થઈ છે. આ મામલે વિરોધ પક્ષના નેતા ભુપતભાઇ અને શાસક પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. વધુમાં વિપક્ષે કહ્યું હતું કે ગૌચર ક્યાં છે તે જિલ્લા પંચાયતને જ ખ્યાલ નથી. આ મામલે ડીડીઓએ કહ્યું કે એક અઠવાડિયા સુધીમાં માપણી કરવા આદેશ અપાશે.
આરોગ્યની બદલે સિંચાઈમાં વધુ નાણા ફાળવવાની માંગ
આરોગ્ય ક્ષેત્રમાં જોગવાઇ વધારવામાં આવી છે. તેના કરતાં સિંચાઈ ક્ષેત્રમાં વધારવામાં આવે તેવી અજય લોરીયા અને વિપક્ષ નેતાએ માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે સિંચાઈ ક્ષેત્ર માટે રૂ.51 લાખની રકમ મામુલી છે. ડીડીઓએ જણાવ્યું કે આરોગ્યમાં જોગવાઈ વધારવામાં આવી છે. કારણકે તેમાં સોલારના કામો પણ સમાવવામાં આવ્યા છે. વધુમાં સામાન્ય સભામાં મેરાભાઈ વિઠલાપરા દ્વારા નીચી માંડલ- સરા રોડને સ્ટેટ હસ્તક કરવાની માંગ કરાઈ હતી.