Saturday - May 09, 2026

માળીયામાં કચ્છથી કન્યા કુમારી સુધીની સાયકલ રેલીનું ઉમળકાભેર સ્વાગત

માળીયામાં કચ્છથી કન્યા કુમારી સુધીની સાયકલ રેલીનું ઉમળકાભેર સ્વાગત

CISFના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે આયોજિત કોસ્ટલ સાયક્લોથોનમાં 14 મહિલા સહિત કુલ 75 સાયકલ સવારો જોડાયા

મોરબી : ભારત સરકારના અત્યંત સંવેદનશીલ સ્થળોની સુરક્ષાની જવાબદારી જેના શિરે છે તેવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (C.I.S.F.) ના 56માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છથી કન્યાકુમારી સુધીની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે માળિયા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

14 મહિલા સહિત કુલ 75 સાયકલ સવાર અને તેમના 50 જેટલા સપોર્ટિંગ સ્ટાફ સાથે કુલ 125 જવાનોનો કાફલો આજે મોરબી જિલ્લામાં પ્રવેશ્યો હતો."સુરક્ષિત કિનારો સમૃદ્ધ ભારત" ની થીમ સાથે 25 દિવસમાં 3000 કિ.મી. થી વધારે અંતર કાપનારી આ યાત્રાનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો, વિસ્ફોટકોના જોખમોમાંથી પ્રજાને જાગૃત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષામાં લોકોને જોડવાનો છે.

અવધ ઓનેસ્ટ માળિયા મુકામે પ્રવેશ અન્વયે કાફલાનું જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા સહિતના હોદેદારો અને અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ કાફલાએ સરવડ મુકામે રાત્રી રોકાણ કર્યું છે.

માળીયામાં કચ્છથી કન્યા કુમારી સુધીની સાયકલ રેલીનું ઉમળકાભેર સ્વાગત