Saturday - May 09, 2026

મોરબીના નેશનલ હાઇવે ઉપર ભારે વાહનો ઉપર તવાઈ, લેન ડ્રાઇવિંગનો કડક અમલ

મોરબીના નેશનલ હાઇવે ઉપર ભારે વાહનો ઉપર તવાઈ, લેન ડ્રાઇવિંગનો કડક અમલ

ડાબી લેન ઉપર ન ચાલતા ભારે વાહનોના ડ્રાઈવરોને પોલીસ દ્વારા ડાબી બાજુ જ વાહન ચલાવવા અપાઈ સૂચના

મોરબીના નેશનલ હાઇવે ઉપર ભારે વાહનો ઉપર તવાઈ, લેન ડ્રાઇવિંગનો કડક અમલ

મોરબી : મોરબી જીલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન થાય અને જીલ્લામાં રોડ અકસ્માતના બનાવો અટકે તે માટે હાઇવે રોડ ઉપર ભારે વાહનો રોડની ડાબી બાજુ ચલાવવા અંગે ડ્રાઈવરોને સૂચના આપવામાં આવી રહી છે.
 
મોરબીના નેશનલ હાઇવે ઉપર ભારે વાહનો ઉપર તવાઈ, લેન ડ્રાઇવિંગનો કડક અમલ

મોરબી જીલ્લામાં તા.૦૭/૦૩/૨૦૨પ થી તા.૧૬/૦૩/૨૦૨૫ દિન-૧૦ ની લેન ડ્રાઇવિંગની ડ્રાઈવ રાખવામાં આવેલ છે. જેમાં નેશનલ હાઈવે ઉપર ટ્રાફિમ નિયમોનું પાલન કરાવવા ભારે વાહનો રોડની ડાબી સાઇડ ચાલે તે માટે પો.સ્ટે. વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઈવે ઉપર અલગ અલગ જગ્યાએ સેડ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી લેન ડ્રાઈવીંગનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી લેન ડ્રાઈવીંગ કરવા બાબતેની વાહન ચાલકોને સમજ આપવામાં આવે છે.

ઉપરાંત ઓછી ગતીએ ચાલતા વાહનોને પણ રોડની ડાબી સાઈડ વાહન ચલાવવા માટેની સમજ આપવામાં આવે છે. તેમજ જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા લેન ડ્રાઈવીંગ બાબતે ભારે વાહન ચાલકોને સૂચના બાપવા તેમજ લેન ડ્રાઇવીંગ બાબતેની પ્રસિધ્ધી માટે એક ઓટો રીક્ષામાં લાઉડસ્પીકર માઈક દ્વારા ગુજરાતી તથા હિન્દી ભાષામાં મોટા અવાજે સુચનાઓ આપવામાં આવે છે. તેમજ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની પુરી તકેદારી રાખવામાં આવે છે. અને રોડ ઉપર ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઈવીંગ કરાવા માટે ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

મોરબીના નેશનલ હાઇવે ઉપર ભારે વાહનો ઉપર તવાઈ, લેન ડ્રાઇવિંગનો કડક અમલ