Friday - May 01, 2026

મોરબી જિલ્લા ખેડૂતોને થયેલું પાકને નુકશાનીનું વળતર ચૂકવો : આપ

મોરબી જિલ્લા ખેડૂતોને થયેલું પાકને નુકશાનીનું વળતર ચૂકવો : આપ

મોરબી : મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિએ તમામ ખેડૂતો પાયમાલ થયા છે. તેથી મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરી  ખેડૂતોને વળતર માટે જમીનની ૨ હેક્ટરની મર્યાદાને વધારીને હેક્ટર દીઠ યોગ્ય વળતર આપવામાં આવે અને માળીયા‌ તાલુકા‌ના નીચાણવાળા વિસ્તારમાં મચ્છુ નદીના પાણી ફરી વળતા ઘરવખરી અને મકાનને થયેલા નુકસાનનુ સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન આપ્યું હતું.

મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં વરસાદના લીધે તમામ તાલુકાઓમાં ખૂબ જ નુકસાન થયું છે જેને લીધે આમ આદમી પાર્ટીની માંગણી છે કે મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરે અને દરેક ખેડૂતોને વળતર માટે જમીનની ૨ હેક્ટર ની મર્યાદાને વધારવામાં આવે અને હેક્ટર દીઠ યોગ્ય વળતર આપવામાં આવે અને માળીયા તાલુકાના અમુક ગામોમાં અને માળીયા શહેરમાં મચ્છુ નદીના ધણા લોકોના મકાનોમાં પાણી ઘુસી ગયા તો તે નીચાણવાળા વિસ્તારોનો સર્વે કરી અને નુકશાનીનું વળતર આપવામાં આવે તેમજ હાલ ખેડૂતોને જે નુકશાન થયુ હોય એ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. તલાટી અને ગ્રામ સેવકને 10-10 ગામની જવાબદારી સોંપવામાં આવી છે. હવે તમામ ગામોમાં નુકશાન થયું છે. એકપણ ખેડૂતનો પાક બચ્યો નથી. આથી સર્વની ઝડપથી કામગીરી ક્યાંય કચાશ રહી જાય તો ખેડૂતોને વળતર ચુકવવામાં અન્યાય થાય એમ છે. તેથી સર્વ કરનાર ઉપર કામગીરીનું ભારણ ઓછું નાખી યોગ્ય રીતે સર્વે કરી તમામ નુકશાનીનું વળતર ચૂકવવા તેમજ ભાજપ સરકાર ખેડૂતો માટે અન્યાયી હોવાનો આક્ષેપ કરી યોગ્ય વળતર ચુકવવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા ખેડૂતોને થયેલું પાકને નુકશાનીનું વળતર ચૂકવો : આપ