Friday - May 01, 2026

મોરબીમાં ચાર વર્ષથી આખા શ્રાવણ માસનો ઉપવાસ કરી શિવ ઉપાસના કરતો 13 વર્ષનો બાળક

મોરબીમાં ચાર વર્ષથી આખા શ્રાવણ માસનો ઉપવાસ કરી શિવ ઉપાસના કરતો 13 વર્ષનો બાળક

મોરબી : શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણા કરીને શિવ ઉપાસના કરવાથી ભગવાન શિવની કૃપા વરસે એવી માન્યતા છે. આથી ઘણા લોકો આખો શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણા કરીને શિવ ઉપાસના કરતા હોય છે. ત્યારે મોરબીમાં એક 13 વર્ષના ટાબરીયાએ આખો શ્રાવણ માસનો ઉપવાસ કરી શિવ ભક્ત8 કરી હતી. જેમાં મોરબીની સરસ્વતી સિશું મંદિર સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતો 13 વર્ષીય શાન આનંદભાઈ સિંધવ નામનો બાળક છેલ્લા ચાર વર્ષથી આખા શ્રાવણ માસના કઠોર ઉપવાસ કરે છે. આવડી ઉંમરે પણ  બાળકે મૉટેરા જેવી શ્રદ્ધા રાખી ચાર વર્ષથી આ રીતે ઉપવાસ કરી માત્ર પોતાના પરિવાર નહિ વસુધેવ કુંટુબકમની ભાવના સાથે દેશ અને દુનિયામાં શાંતિ અને કલ્યાણની ભગવાન ભોળીયાનાથ સમક્ષ પ્રાર્થના કરી છે.

મોરબીમાં ચાર વર્ષથી આખા શ્રાવણ માસનો ઉપવાસ કરી શિવ ઉપાસના કરતો 13 વર્ષનો બાળક