Saturday - May 18, 2024

મોટીબરાર ખાતે જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના પરીક્ષાના તાલીમ વર્ગની મુલાકાત લેતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી

માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના પરીક્ષાની પૂર્વ તૈયારી માટે દર રવિવારે તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે. આ તાલીમ વર્ગનું સંચાલન નાનીબરાર સી.આર.સી. કોઓર્ડીનેટર જયેશભાઈ રાઠોડ દ્વારા તથા વર્ગનું શૈક્ષણિક કાર્ય સી.આર.સી.ની સમાવિષ્ટ શાળાઓના વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે. 
આ તાલીમ વર્ગની મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેતા નમ્રતા મેડમ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર સાહેબ એ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ હાજર સ્વયંસેવક શિક્ષકો સાથે વાર્તાલાપ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકો ઉત્તમ દેખાવ કરે તે માટેના પ્રયત્નો અંગે માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી હતી. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, માળિયા તાલુકાના બીઆરસી કોઓર્ડીનેટર મહેન્દ્રભાઈ રાઠોડ, પીપળી પ્રા. શાળા આચાર્ય અશ્વિનભાઈ યાદવ અને રત્નમણિ પ્રા. શાળા મોટીબરારના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.