Friday - May 01, 2026

આઇસગેટ પોર્ટલમાં ફ્રોડનો પર્દાફાશ કરનાર પોલિસ તંત્રનો આભાર માનતું મોરબી સિરામિક એસોસિએશન

આઇસગેટ પોર્ટલમાં ફ્રોડનો પર્દાફાશ કરનાર પોલિસ તંત્રનો આભાર માનતું મોરબી સિરામિક એસોસિએશન

મોરબી : રાજ્યભરની સાથે હમણાંથી અવિરતપણે સાઇબર ફ્રોડના બનાવો બહાર આવી રહ્યા છે. આથી આ ગંભીર કેસોને મોરબી સાઇબર ક્રાઈમ ટીમ ઉકેલીને આરોપીઓને ઝડપી રહી છે. ત્યારે આઇસગેટ પોર્ટલમાં ફ્રોડનો પર્દાફાશ કરનાર પોલિસ તંત્રનો મોરબી સિરામિક એસોસિએશને આભાર માન્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા સાઇબર ફ્રોડનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ આઇ.ડી. તથા નંબરથી યુઝર રજીસ્ટર કરી સરકાર તરફથી આઇસગેટ સ્કીમ અંતર્ગત મળેલ રોડટેપ સ્ક્રીપ નંગ – ૨૯ કિં.રૂા. ૭૧,૪૫,૬૧૬/- ની છેતરપીંડી થયેલ હોય જે ગુન્હાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબીને સોપતા પોલીસ ઇન્સપેકટર દ્વારા અલગ અલગ રાજય ખાતે તપાસ કરી રૂા.૪૧,૮૧,૬૮૦/- ગુન્હાના કામે રીકવરી કરેલ હોય જે રીકવર કરેલ રકમ ફરીયાદીને નામદાર કોર્ટના હુકમ મુજબ આજે “તેરા તુજકો અર્પણ” અંતર્ગત પરત અપાવેલ છે. જે બદલ મોરબી સિરામિક એસોસિએશન એસપી સાહેબ મુકેશ કુમાર પટેલ તથા પોલિસ તંત્રનો ખુબ જ આભાર માને છે.