Friday - Apr 17, 2026

મોરબી સિરામિક એસોસિએશને ગુજરાત ગેસ પાસે નવા ભાવ સાથે ડિમાન્ડ માંગી.

મોરબી સિરામિક એસોસિએશને ગુજરાત ગેસ પાસે નવા ભાવ સાથે ડિમાન્ડ માંગી.

મોરબી:છેલ્લા ઘણા સમયથી યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રાહતના સમાચાર આવ્યા છે. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગુજરાત ગેસ લિમિટેડને એક પત્ર લખીને હાલની બદલાતી પરિસ્થિતિ મુજબ ગેસના ભાવમાં પુનઃવિચારણા કરવા વિનંતી કરવામાં આવી છે.

સમગ્ર મામલા પર નઝર કરીએ તો એસોસિએશન દ્વારા જણાવ્યા અનુસાર, મે-૨૦૨૬ મહિનાના વપરાશ માટે અગાઉ તા. ૭/૪/૨૬ ના રોજ ૭૯.૮૫ ના ભાવ સાથે ડિમાન્ડ લિંક મોકલવામાં આવી હતી. જોકે, બદલાતી વૈશ્વિક અને યુદ્ધની પરિસ્થિતિને કારણે આજે સવારથી જ પેટ્રોલિયમ પેદાશોના આંતરરાષ્ટ્રીય ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

મોરબી સિરામિક એસોસિએશને ગુજરાત ગેસ પાસે નવા ભાવ સાથે ડિમાન્ડ માંગી.

જેથી સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રીઓ - મનોજ એરવાડિયા (વિટ્રીફાઈડ ટાઈલ્સ ડિવિઝન), નરેન્દ્રભાઈ સંઘાત (વોલ ટાઈલ્સ ડિવિઝન), સંદીપ કુંડારિયા (ફલોર ટાઈલ્સ ડિવિઝન) અને અજય મારવણીયા (સેનિટરીવેર ડિવિઝન) એ સંયુક્ત રીતે ગુજરાત ગેસને વિનંતી કરી છે કે ગઈકાલે મોકલેલી લિંક હાલ હોલ્ડ પર રાખવામાં આવે જે જારમાં ઘટેલા નવા ભાવ મુજબ ફરીથી નવી ડિમાન્ડ લિંક મોકલવામાં આવે.

પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે હાલ સિરામિક ઉદ્યોગ બંધ હાલતમાં છે. ઉદ્યોગને ફરી જીવંત કરવા માટે એસોસિએશન સતત ગુજરાત ગેસના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગો કરી રહ્યું છે. જો ગેસના ભાવમાં ઘટાડો મળે તો મોરબીના ઉદ્યોગકારોને મોટી રાહત થઈ શકે તેમ છે અને ઉત્પાદન ફરી શરૂ કરવાની દિશામાં વેગ મળી શકે છે.