મોરબી:- મોરબી એ સીટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત 200 જેટલી વિદ્યાર્થીનીઓને 15 દિવસ સુધી સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ધ વીસી ટેકનિકલ હાઈસ્કૂલ, અને એમ પી શેઠ ગર્લ્સ હાઇસ્કુલની 200 જેટલી વિદ્યાર્થીઓને 15 દિવસ સુધી સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી, જેમાંથી 25 વિદ્યાર્થીનીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્પોન્સરશિપ થી આજરોજ મોરબીમાં યોજાયેલા NSKA ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ઇનામો મેળવ્યા હતા. જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલ સ્પોન્સરશિપ રંગ લાવી હતી.