મોરબી:- મોરબી નગરપાલિકા દ્વારા આજે મોરબીના સામાં કાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓવરબ્રિજને અને સર્વિસ રોડ ને નડતર રૂપ 30 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પોલીસને સાથે રાખી આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા..
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે દુકાનો પાસે આવેલા ઓટલા અને છાપરાઓ જે ત્યાંથી નીકળતા ઓવરબ્રિજને નડતર રૂપ હોય તે નગરપાલિકા દ્વારા તેમને અગાઉ નોટિસની કાર્યવાહી કર્યા બાદ આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમા અધિકારીઓની હાજરીમાં ત્રાજપર ચાર રસ્તા અને સર્કિટ હાઉસ જવાના રસ્તે નડતરરૂપ 30 જેટલા ઓટલા અને છાપરાઓને જીસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.