Monday - Jul 06, 2026

વાંકાનેરમાં હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ પર અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

વાંકાનેરમાં હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ પર અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

વાંકાનેર:- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના સંદર્ભમાં આજે વાંકાનેર ખાતે હિન્દુ અસ્મિતા મંચ અને સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન પર આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો.
જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ કરવામાં આવે અને હિન્દુઓની સુરક્ષામાં વધારો કરવામાં આવે તે ઉપરાંત ચિન્મય કૃષ્ણદાસજી ને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે, તેવી વિવિધ માંગ સાથે સમસ્ત હિન્દુ સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ અસ્મિતા મંચના નેજા હેઠળ અધિકારીને આવેલ પત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો.