Sunday - May 03, 2026

મોરબી અને માળીયામા વરલીનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબી અને માળીયામા વરલીનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામે તેમજ માળીયા મિયાણાના વાગડીયા ઝાપા પાસે પોલીસે બે અલગ અલગ દરોડામાં બે શખ્સોને જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે રંગપર બેલા ગામની સીમમાં સિયારામ કારખાના પાસેથી આરોપી સલીમભાઈ જુમાભાઈ મેર રહે.સુમરા સોસાયટી વિજયનગર, મોરબી વાળાને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 560 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે વાગડીયા ઝાપા પાસે જાહેરમાં વરલીનો જુગાર રમાડી રહેલા આરોપી અલિયાસ હુસેનભાઈ ખોડ નામના યુવકને રોકડા રૂપિયા 320 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.