મોરબી : મોરબી - હળવદ રોડ ઉપર ઘુંટુ નજીક આવેલ હરિઓમ સોસાયટી નજીક ગુરુકૃપા હોટલ સામે જીજે - 16 - એડબ્લ્યુ - 5380 નંબરના બોલેરો વાહન ચાલકે જીજે -36 - એએચ - 7589 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી રમણિકભાઈ હરિભાઈ ટૂંડિયા ઉ.વ. 40 રહે.ગાંધી સોસાયટી, નજરબાગ, મોરબી વાળાને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં રમણિકભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક નાસી જતા અકસ્માતની ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.