Monday - Jul 06, 2026

મોરબી અને માળીયા મિયાણામાં જુગાર રમતા 27 ઝડપાયા

મોરબી અને માળીયા મિયાણામાં જુગાર રમતા 27 ઝડપાયા

મોરબીમાં શ્રાવણીયા જુગારની બદી વધુ ફેલાય ગઈ છે. સાતમ આઠમના તહેવારો આવતા જાણે જુગારની મોસમ ખીલી હોય એમ ઠેરઠેર જુગરધામ ચાલતા પોલીસે રેડ પાડીને મોરબી અને માળીયા મિયાણામાં જુગાર રમતા 27 લોકોને ઝડપી લીધા હતા.

મોરબીના ટીંબડી પાટીયે પાટીદાર ટાઉનશિપ પાછળ આરોપી અરવિંદ ભગવાનજીભાઈ પટેલની કન્ટ્રક્શનની ઓફિસમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા ઓફિસમાં જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઇ ભગવાનજીભાઇ બાવરવા અમીતસિંહ જીતુભા સોલંકી, તરૂણભાઇ કરમશીભાઇ મેરજા, ધમેન્દ્રભાઇ રમેશભાઇ મેવાડા અને હીતેષભાઇ દુલર્ભજીભાઇ પટેલ રોકડા રૂપિયા 1,53,800 સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામની સીમમાં આવેલ રફાળેશ્વર મચ્છોનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંજયભાઇ માવજીભાઇ મકવાણા, કિશનભાઇ ચંદુભાઇ હળવદીયા, દિલીપભાઇ સુખાભાઇ ચાડમીયા, પ્રફુલભાઇ માનસીંગભાઇ કુંઢીયા અને દિનેશભાઇ કરશનભાઇ મકવાણાને રોકડા રૂપિયા 6100 સાથે ઝડપી લીધા હતા.

મોરબી તાલુકા પોલીસે ઝીંઝુડા ગામે દરોડો પાડી જુગાર રમતા જયંતીભાઇ મઘાભાઇ રાઠોડ, હસમુખભાઇ જયંતીભાઇ રાઠોડ અને દીનેશભાઇ ઉર્ફે કારો ઉર્ફે દરબાર ચતુરભાઇ રાઠોડને રોકડા રૂપિયા 900 સાથે ઝડપી લીધા હતા.

સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરામા આવેલ વિજયનગરમા દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રફીકભાઇ નુરમામદભાઇ જામ, મનોજભાઇ ગોવિંદભાઇ ચૌહાણ, પ્રકાશભાઇ ઉર્ફે વિપુલભાઇ કલાભાઇ ચૌહાણ અને ઇકબાલભાઇ અબુભાઇ સુમરાને રોકડા રૂપિયા 10,620 સાથે ઝડપી લીધા હતા.

બી ડિવિઝન પોલીસે ત્રાજપર ગામના અવેળા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા જગદીશભાઇ ઉર્ફે જયેશ આમદાભાઇ આલ, અંજનાબેન ઉર્ફે અંજુ હસુભાઇ રામાનુજ, જયશ્રીબેન દીલીપભાઇ સારલા, ખાતીજાબેન અબ્બાસભાઇ ભટ્ટી અને રેખાબેન દેવશીભાઇ સુરેલાને  રોકડા રૂપિયા 11,100 સાથે ઝડપી લીધા હતા.

માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામે ખાદી પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા ફિરોજ કરીમભાઈ પલેજા અને આરોપી સુનિલ બાબુભાઇ સંખેસરિયાને રોકડા રૂપિયા 1250 સાથે તેમજ માંળીયા મિયાણા શહેરની મુખ્ય બજારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઇકબાલ હારુનભાઈ કટિયા, ફતેમામદ તાજમામદ જામ અને બાબુભાઇ ડાયાભાઇ પરસોંડાને રોકડા રૂપિયા 1600 સાથે અને માળીયા મિયાણા વાડા વિસ્તારમાં દરોડો પાડી આરોપી દોસમામદ મહમદભાઈ કટિયા રહે.વાડા વિસ્તાર, જુના રેલવે સ્ટેશન વાળાને રોકડા રૂપિયા 340 અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.