મોરબી : માળીયા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં સાત તથા મોરબી તાલુકામાં એક મળી મકાન વિભાગ હસ્તક 8 નવા પુલ બનાવવા માટે રૂ.11.00 કરોડના કામના જોબ નંબર ફાળવાયા છે. આ પુલ નવા બનતા હવે વાહનવ્યવહાર સરળ બનશે.
મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા તાલુકામાં રાસંગપર- મેઘપર- દેરાળા- મહેન્દ્રગઢ રોડનો એક ભાગ, રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢનો બીજો ભાગ, ખાખરેચી-વેણાસર રોડ, માણાબા-સુલતાનપુર-ચીખલી રોડ, એસ.એચ.થી ખીરસરા એપ્રોચ રોડ, સ્ટેટ હાઇવે થી નાના દહીસરા એપ્રોચ રોડ તથા મોરબી તાલુકાના રવાપર (નદી) થી સાદુળકા રોડ એમ કુલ 8 રોડના હયાત કોઝવે તથા સાંકળ નાળા પર નવા પુલ બનાવવાની કામગીરી માટે રૂ. 11.00 કરોડના જોબ નંબર ફાળવાયા છે. આ રોડ પર બોક્સ કલવર્ટ અને બોક્સ સેલ બનાવાથી વાહન ચાલકોને ખૂબ અનુકૂળતા રહેશે. આ નવા પુલની મંજૂરીથી સંબંધિત ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાય છે.