મોરબી : મોરબીનો લખધીરપુર રોડ નવો બની રહ્યો છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા વૈકલ્પિક રસ્તો ન કાઢી આપતા અને ત્યાના ખાડાઓ ન બુરાતા ટ્રક જેવા ભારે વાહનો સામે સામે ક્રોસ થઈ શકતા નથી.આથી રોજે રોજ ભયંકર ટ્રાફિકજામ સર્જાય છે.જેમાં લોકોનો ભારે સમય બરબાદ થાય છે. તેથી આમ આદમી પાર્ટીના ઓબીસી વિંગના પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવે આ બાબતે તંત્ર સમક્ષ યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.