Saturday - May 16, 2026

તેરા તુઝકો અર્પણ અંતર્ગત 27 ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકને અર્પણ કરતી મોરબી એ ડિવિઝન પોલીસ

તેરા તુઝકો અર્પણ અંતર્ગત 27 ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકને અર્પણ કરતી મોરબી એ ડિવિઝન પોલીસ

મોરબી : મોરબી એ ડિવિઝન વિસ્તારમાં 27 જેટલા મોબાઈલ ગુમ થઈ ગયા હતા. આથી આ મોબાઈલને શોધીને મૂળ માલિકને પરત આપવા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી  પી.એ. ઝાલાએ સૂચના આપતા તેરા તુઝકો અર્પણ હેઠળ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એચ.એ.જાડેજાએ માર્ગદર્શન આપતા એ.એસ.આઈ. રાજદીપસિંહ રાણા સહિતની એ ડિવિઝન પોલીસ મથકની ટીમ ગુમ થયેલા મોબાઈલ શોધવાના કામે લાગી હતી. જેમાં એ ડિવિજમ પોલીસની ટીમે સી.ઇ.આઈ.આર પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નિકલ વર્ક આઉટથી 5.02 લાખના કિંમતી 27 ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢી તેરા તુઝકો અર્પણ અભિયાન હેઠળ મૂળ માલિકને પરત કર્યા હતા.