Saturday - May 16, 2026

મોરબીમાં સામું જોવા બાબતે ધારીયા ઉડયા

મોરબીમાં સામું જોવા બાબતે ધારીયા ઉડયા

મોરબી શહેરમાં અગાઉ સામું જોવા જેવી નજીવી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે બે યુવાનો ઉપર ધારીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર રહેતા અને ફ્રુટનો વેપાર કરતા ઝુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક નામના યુવાને આરોપી શાહરુખ ઘાંચી રહે.મિલન પાર્ક વાવડી રોડ, મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ શાહરુખ સાથે સામે જોવા બાબતે બોલાચાલી થઈ હોય ગઈકાલે ફરિયાદી ઝુબેર તેમજ સાહેદ બાઈક લઈને જતા હતા ત્યારે લાતીપ્લોટમાં કાળુભાઈના ગેરજ પાસે આરોપી શાહરુખ ઘાંચી પોતાની સ્વીફ્ટ લઈને ધસી આવી ધારીયા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે