મોરબી : ગત તા:-04/12/2025 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમા મહિલા હેલ્પલાઇનમા ફોન કરી જણાવેલ કે મોરબી સી.ટી વિસ્તારમાં એક પીડિત મહિલા એકલા રસ્તા પર બેઠા છે તકલીફમાં દેખાય છે અને કાંઈ બોલતા નથી તેમની મદદ માટે 181ની જરૂર છે
જેને પગલે 181ના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા પો.કોન્સ્ટેબલ શારદાબેન પાયલોટ રસિકભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યાંના લોકોએ જણાવેલ કે મહિલા એકલા રસ્તા પાસે બેઠા હતા અને રડતા હતા ત્યારબાદ સૌ પ્રથમ 181 ટીમ દ્વારા મહિલાને સાંત્વના આપી ધીરજ સાથે કાઉન્સેલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેઓ તેમના પતિ સાથે અલગ રહે છે પતિ સાથે ઝઘડો થયેલ તેથી પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય મહિલા પાસેથી તેમના ઘરનું સરનામું મેળવી તેમના ઘરે ગયેલ તેમના પતિ સાથે વાતચીત કરતા જણાવેલ તેમની પત્ની થોડા વર્ષથી માનસિક રીતે બિમાર હોવાથી ઘરેથી અવાર- નવાર નીકળી જાય છે તેમની સારવાર પણ ચાલુ છે આજ રોજ મહિલાએ ભુવા પાસે દોરા ધાગા કરાવવા જવાનુ કહેલ પતિએ ના પાડેલ અને ઝઘડો થયેલ હતો ત્યારબાદ 181 ટીમે ખોટી અંધશ્રદ્ધામા ન માનવા બાબતે તેમજ ડોક્ટરની સલાહ અનુસાર સારવાર કરાવવા લાબી સમજાવટ સાથે મહિલા તેમજ તેમના પતિને સલાહ સૂચન માર્ગદર્શન આપેલ મહિલાના પતિને મહિલાનું ધ્યાન રાખવા સમજણ આપી અને રોજ ટાઈમ પર દવા આપવાનુ જણાવેલ તેમજ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિને કહ્યા વગર ક્યારેય નીકળશે નહીં
મહિલા ને સહી સલામત તેમના પતિ સાથે મિલન કરાવનાર 181 ટીમનો આભાર વ્યક્ત કરી કામગીરી બિરદાવી હતી.